પ્રાઇવેટ હોસ્પિટલ ચેઇન્સ ધરાવતી Apollo Hospital એ આજરોજ તેમનાં આ વર્ષનાં બીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો મુજબ કંપનીનાં Year on Year નફામાં 26% નો વધારો જોવા મળ્યો છે.
આ ત્રિમાસિક ગાળામાં પ્રોફિટ 477.2 કરોડ રૂ. રહેવા પામ્યો છે, જે ગત વર્ષે એ જ ત્રિમાસિક ગાળામાં 378.2 કરોડ રૂપિયા હતો.
કંપનીની નેટ રેવન્યુ YoY 12.8% ના વધારા સાથે 6,304 કરોડ રૂપિયા પહોંચી છે. કંપનીનાં જણાવ્યા અનુસાર આ ત્રિમાસિક ગાળામાં એવરેજ રેવન્યુ પર ઇન-પેશનટ (ARPOB) 9% થી વધીને 173,318 રૂપિયા પહોંચી છે.
આગામી લક્ષ્યાંકો
કંપનીએ જણાવેલી માહિતી અનુસાર આગામી સમયમાં Apollo Hospitals દ્વારા 4,400 બેડ્સની કેપેસિટી વધારવામાં આવશે, જે પાંચ વર્ષની સમયમર્યાદામાં વિસ્તારવામાં આવશે. જેમાં આવતાં વર્ષ 2026-27માં 2071 ટોટલ બેડ્સનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
અસ્વીકરણ: આ સમાચાર ફક્ત માહિતી માટે છે અને તે કોઇપણ પ્રકારનાં રોકાણ તરફ નિર્દેશિત નથી.
