Groww Mutual Fund નો સરકારી કંપનીઓ પર દાવ- લોન્ચ કર્યુ PSU ફોકસ્ડ ફંડ

ભારતની અર્થવ્યવસ્થામાં રેલવે, ડિફેન્સ, પાવર અને બેંકિંગ જેવા ક્ષેત્રોમાં સરકારી કંપનીઓ (PSEs) નો દબદબો રહ્યો છે. આ વિકાસનો લાભ સામાન્ય રોકાણકારો સુધી પહોંચાડવા માટે ગ્રો મ્યુચ્યુઅલ ફંડ ‘Groww Nifty PSE ETF Fund of Fund’ લાવ્યું છે.

આ ફંડ કઇ રીતે અલગ છે?

સામાન્ય રીતે ETF માં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે, પરંતુ ગ્રોના આ ‘ફંડ ઓફ ફંડ’ (FoF) દ્વારા તમે તમારા સામાન્ય મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટથી જ રોકાણ કરી શકો છો. આ ફંડ Nifty PSE Index માં સામેલ મજબૂત સરકારી કંપનીઓ જેવી કે NTPC, PowerGrid અને Coal India માં રોકાણ કરશે.

રોકાણ કેવી રીતે અને કોણ કરી શકે?

  • તમે માત્ર ₹500 ની નાની રકમથી SIP અથવા લમ્પસમ રોકાણ શરૂ કરી શકો છો.
  • આ NFO 23 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી, 2026 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો છે.
  • જેઓ લાંબા ગાળા માટે સરકારી કંપનીઓના ડિવિડન્ડ અને ગ્રોથનો લાભ લેવા માંગતા હોય તેમના માટે આ યોગ્ય છે.

જો આપણે ભૂતકાળની સમાન NFO જેમ કે CPSE ETF, Nippon India ETF PSE અથવા SBI ETF CPSE તરફ નજર કરીએ તો એક સ્પષ્ટ પેટર્ન દેખાય છે. 2020 થી 2023 વચ્ચે PSU ETFsએ નોંધપાત્ર રિટર્ન આપ્યા હતા, ખાસ કરીને સરકારની ડિઝઇન્વેસ્ટમેન્ટ નીતિ, ડિવિડેન્ડ યિલ્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના ખર્ચને કારણે. જોકે, આ ફંડ્સમાં ભારે વોલેટિલિટી પણ જોવા મળી છે.

Groww Nifty PSE ETF FOFની સરખામણીમાં, સીધા ETFsમાં expense ratio ઓછું હોય છે, પરંતુ FOF રોકાણકારોને સરળતા અને ઓટોમેટિક SIP જેવી સુવિધા આપે છે.

લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, આ ફંડ તેવા રોકાણકારો માટે યોગ્ય હોઈ શકે છે જે સરકારની માલિકીની કંપનીઓના ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસ રાખે છે અને ટૂંકા ગાળાની વોલેટાલિટી સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

અસ્વીકરણ (Disclaimer):
આ લેખ માત્ર માહિતી અને શૈક્ષણિક હેતુ માટે તૈયાર કરવામાં આવ્યો છે. અહીં આપવામાં આવેલી માહિતી જાહેરમાં ઉપલબ્ધ સ્ત્રોતો, સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (SID) અને બજાર સંબંધિત ડેટા પર આધારિત છે. લેખમાં ઉલ્લેખિત કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ, NFO અથવા રોકાણ વિકલ્પને ખરીદવા, વેચવા કે રાખવાની સલાહ તરીકે લેવી નહીં. લેખક નોંધાયેલ નાણાંકીય સલાહકાર નથી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજાર જોખમોને આધીન હોય છે અને ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યના પરિણામોની ખાતરી આપતું નથી. કોઈપણ રોકાણ નિર્ણય લેવા પહેલાં, વાચકોને તેમના નાણાંકીય સલાહકાર સાથે સલાહ લેવા અનુરોધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *