ICICI Prudential AMC IPO: જાણો, ઇશ્યુ ખૂલતાં પહેલાં કેવું છે GMP ઇન્ડિકેશન?

ભારતીય પ્રાઇમરી માર્કેટમાં જ્યારે IPO નો મજબૂત સમયગાળો જોવા મળી રહ્યો છે, જેમાં એસેટ મેનેજમેન્ટ કંપની ICICI Prudential AMC પોતાનો IPO લાવી રહ્યું છે. 12 મી ડિસેમ્બરથી તેનું ભરણું ખુલ્લુ મૂકાશે, જે 16 ડિસેમ્બરનાં રોજ ક્લોઝ થશે.

જોકે, સબસ્ક્રિપ્શન ખૂલતાં પહેલાં જ ICICI Pru AMC નું ગ્રે માર્કેટ પ્રીમિયમ પોઝિટિવ ઇન્ડિકેશન કરી રહ્યું છે, જે હાલ 6% પર દર્શાવે છે, જે વર્તમાન મેઇનબોર્ડ IPO(Mainbaord IPO) ની સરખામણીમાં સકારાત્મક છે.

ICICI Prudential IPO ની કેટલીક ખાસ બાબતો:

  • પ્રાઇઝ બેન્ડ- 2061-2065 રૂ. પ્રતિ શેર
  • લોટ સાઇઝ- કુલ 6 શેર
  • મિનિમમ રોકાણ- 12,366 રૂ.
  • કુલ ઇશ્યુ સાઇઝ- 10,602 કરોડ રૂ.
  • એલોટમેન્ટ તારીખ- 17 ડિસેમ્બર, 2025
  • લિસ્ટિંગ તારીખ- 19 ડિસેમ્બર, 2025

Institutional અને રિટેલ રોકાણકારો માટે બિડિંગ 12 ડિસેમ્બર, 2025 ના રોજ ખુલશે અને 16 ડિસેમ્બર, 2025 ના રોજ બંધ થશે, જ્યારે એન્કર બુક એક દિવસ અગાઉ એટલે કે 11 ડિસેમ્બરના રોજ ખુલશે. મહત્વનું છે કે, આ IPO માં કોઇ ફ્રેશ ઇશ્યુ નથી, પરંતુ પ્રમોટર દ્વારા 100% બુક બિલ્ટ ઓફર ફોર સેલ છે.

કંપનીનો શેર શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે, જેમાં NSE ને આ ઇશ્યૂ માટે પ્રાથમિક એક્સચેન્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, કંપનીની આ પ્રથમ પબ્લિક ઓફર હોવાથી, RHP રોકાણકારોને સાવચેત કરે છે કે હાલમાં તેના શેર માટે કોઈ બજાર ઉપલબ્ધ નથી અને લિસ્ટિંગ કિંમત બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી માંગ પર આધારિત રહેશે. કંપનીએ સેબી (SEBI) ના નિયમો અનુસાર રોકાણ સંબંધિત સામાન્ય જોખમો પર પણ પ્રકાશ પાડ્યો છે.

આ IPO નું સંચાલન સિટી (Citi), મોર્ગન સ્ટેનલી(Morgan Stanley), ICICI સિક્યોરિટીઝ, ગોલ્ડમેન સૅકશ, BofA સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ(Axis Capital) અને અન્ય અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોના કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવશે. રજિસ્ટ્રાર સેવાઓ KFin ટેક્નોલોજીસ દ્વારા સંભાળવામાં આવશે.

અસ્વીકરણ: આ સમાચાર ફક્ત માહિતી માટે છે અને તે કોઇપણ પ્રકારનાં રોકાણ તરફ નિર્દેશિત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *