Lenksart Allotment Live Updates: દેશની લિડિંગ આઇ-વેર કંપની Lenskart નાં IPO ને પબ્લિક તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. વેલ્યુએશનનાં ન્યૂઝ વચ્ચે આ IPO 28 ગણો સબસ્ક્રાઇબ થયો છે, ત્યારે આજરોજ તેનું એલોટમેન્ટ મળી શકે તેમ છે.
મહત્વનું છે કે, 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી આ IPO ખુલ્લો મૂકાયો હતો, જેનું પ્રાઇઝ બેન્ડ 382-402 વચ્ચે હતું અને એક લોટમાં 37 શેર મળવાપાત્ર છે. IPO ની કુલ ઇશ્યુ સાઇઝ 7278 કરોડ રૂપિયા હતી. ત્યારે ઇન્વેસ્ટર્સ દ્વારા પોતાને આ IPO લાગ્યો છે કે નહીં, તે જાણવાની ઉત્સુકતા છે.
IPO Allotment Status બંને એક્સચેન્જ એટલે કે NSE તથા BSE ની ઓફિશિયલ સાઇટ પરથી જોઇ શકાય છે. તે સાથે જ MUFG Intime India Pvt Ltd કે જે IPO રજિસ્ટ્રાર છે, તેમની સાઇટ પર પણ એલોટમેન્ટ સ્ટેટસ જાણી શકાશે.
- સૌપ્રથમ https://in.mpms.mufg.com/home.html આ વેબસાઇટ ઓપન કરો.
- તેમાં બીજો ઓપ્શન ‘Investor Service’ માં જાઓ અને ‘Public Issue’ પર ક્લિક કરો.
- તેમાં કંપની સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે, જેમાં એલોટેમેન્ટ બાદ Lenskart જોવા મળશે. તે સિલેક્ટ કરી ઇન્વેસ્ટર પોતાનો PAN અથવા એપ્લિકેશન નંબર નાખી સ્ટેટસ ચેક કરી શકે છે.
Lenskart IPO GMP Today
ગ્રે માર્કેટમાં આ સ્ટોકનું પ્રિમીયમ 45 રૂ. પ્રતિ શેર હતું, જે લગભગ 11-12% પ્રિમીયમ બતાવે છે.
