પેજસન એગ્રો ઈન્ડિયાનો SME IPO: રોકાણ કરતા પહેલાં જાણો આ ખાસ વિગતો

અમદાવાદ/મુંબઈ: કાજુ પ્રોસેસિંગ અને ડ્રાય ફ્રૂટ્સના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની પેજસન એગ્રો ઈન્ડિયા લિમિટેડ (Pajson Agro India Limited) પોતાનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવવા જઈ રહી છે.

આ IPO રોકાણકારો માટે 11 ડિસેમ્બર 2025 (ગુરુવાર) ના રોજ ખુલશે અને 15 ડિસેમ્બર 2025 (સોમવાર) ના રોજ બંધ થશે. કંપની આ ઈશ્યુ દ્વારા અંદાજે ₹74.45 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

શું છે GMP Indication?

હાલમાં ગ્રે માર્કેટ પ્રીમિયન 7% થી ઉપર ચાલી રહ્યું છે.

IPO ની મહત્વપૂર્ણ વિગતો (IPO Details)

  • કંપનીનું નામ: પેજસન એગ્રો ઈન્ડિયા લિમિટેડ (Pajson Agro India Limited)
  • IPO તારીખ: 11 ડિસેમ્બર 2025 થી 15 ડિસેમ્બર 2025
  • પ્રાઇસ બેન્ડ: ₹112 થી ₹118 પ્રતિ શેર
  • ઈશ્યુ સાઈઝ: 63,09,600 ઇક્વિટી શેર (ફ્રેશ ઈશ્યુ)
  • લિસ્ટિંગ: BSE SME પ્લેટફોર્મ પર
  • લઘુત્તમ અરજી (Minimum Application): સેબીના નિયમો મુજબ SME IPO માં લઘુત્તમ અરજીની રકમ ₹2 લાખથી વધુ હોવી જરૂરી છે. આ માટે રોકાણકારોએ ઓછામાં ઓછા 2 લોટ માટે અરજી કરવી પડી શકે છે (અંદાજિત રકમ ₹2.83 લાખ અપર પ્રાઇસ બેન્ડ પર).

શું છે કંપનીનો મુખ્ય બિઝનેસ

પેજસન એગ્રો ઈન્ડિયા લિમિટેડ કાચા કાજુ (Raw Cashew Nuts) નું પ્રોસેસિંગ કરીને કાજુના કર્નલ (Cashew Kernels) બનાવવાનું કામ કરે છે. કંપની ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિવિધ ગ્રેડના કાજુ સપ્લાય કરે છે.

  • બ્રાન્ડ: કંપની ‘રોયલ મેવા’ (Royal Mewa) બ્રાન્ડ હેઠળ ડ્રાય ફ્રૂટ્સનું વેચાણ કરે છે.
  • ડિસ્ટ્રિબ્યુશન: કંપની હોલસેલ માર્કેટ, સંસ્થાકીય વેચાણ (Institutional Sales) અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

નાણાંકીય સ્થિતિ

કંપનીએ છેલ્લા નાણાકીય વર્ષોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે:

  • આવક (Revenue): નાણાંકીય વર્ષ 2024-25 માટે કંપનીની આવક ₹18,727.94 લાખ હતી, જે અગાઉના વર્ષે (FY24) ₹9,603.71 લાખ હતી. 30 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂરા થતા સમયગાળા માટે આવક ₹11,837.30 લાખ નોંધાઈ છે.
  • નફો (Profit After Tax): FY 2024-25 માં કંપનીનો ચોખ્ખો નફો ₹2,041.72 લાખ રહ્યો હતો, જે FY 2023-24 માં ₹335.31 લાખ હતો. આ નફામાં મોટો ઉછાળો દર્શાવે છે.

IPO ફંડનો ઉપયોગ (Objects of the Issue)

કંપની IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ નીચે મુજબ કરશે:

  1. નવો પ્લાન્ટ: આંધ્ર પ્રદેશના વિઝિયનગરામ (Vizianagaram) ખાતે બીજી કાજુ પ્રોસેસિંગ સુવિધા સ્થાપવા માટે ₹5,700 લાખ નો ખર્ચ કરવામાં આવશે.
  2. સામાન્ય કોર્પોરેટ હેતુઓ: બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે થશે.

ધ્યાન રાખવા જેવી બાબતો

રોકાણકારોએ નીચેના જોખમો ધ્યાનમાં રાખવા જોઈએ:

  • સપ્લાયર પર નિર્ભરતા: કંપની કાચા માલ (Raw Cashew Nuts) માટે તેની ગ્રુપ કંપનીઓ (Pajson Global DMCC) પર નોંધપાત્ર રીતે નિર્ભર છે.
  • ભૌગોલિક એકાગ્રતા: કંપનીની મોટાભાગની આવક દિલ્હી, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી આવે છે.
  • લિમિટેડ ઓપરેટિંગ હિસ્ટ્રી: કંપનીએ તાજેતરમાં જ નિકાસ અને B2C સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, તેથી આ ક્ષેત્રમાં તેનો અનુભવ મર્યાદિત છે.

પેજસન એગ્રોનો IPO SME કેટેગરીમાં આવી રહ્યો છે. કંપનીનું નાણાકીય પ્રદર્શન સુધરી રહ્યું છે અને તે વિસ્તરણની યોજના ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *