PhysicsWallah પોતાની ₹3,480 કરોડનો IPO 11મી નવેમ્બરે શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. Byju’sના પતન પછી Edtech સેક્ટરમાં વધી રહેલી સાવધાની વચ્ચે આ IPO આવી રહ્યો છે.
મહત્વનું છે કે, PhysicsWallah તેના 3,480 કરોડનાં આ બુક બિલ્ડ ઇશ્યૂમાં ₹3,100 કરોડ માટે 28.44 કરોડ શેર્સનાં ફ્રેશ ઇશ્યૂ અને ₹380 કરોડ માટે 3.49 કરોડ શેર્સનાં ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. OFSમાં વેચાણ કરનારા બે પ્રમોટર શેરધારકો અલખ પાંડે અને પ્રતીક બૂબ છે.
ગ્રે માર્કેટના સૂત્રો અનુસાર, 10મી નવેમ્બરના રોજ PhysicsWallahના IPOનું GMP ₹4 હતું. મેઇનબોર્ડ IPOની ઉપલી પ્રાઇસ બેન્ડ ₹109 પ્રતિ શેર ધ્યાનમાં લેતાં, PhysicsWallahના શેર્સની અંદાજિત લિસ્ટિંગ કિંમત ₹113 છે, જે લગભગ 4 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે.
PhysicsWallah IPO વિશે આ જાણવા જેવું
PhysicsWallah IPOના બુક-રનિંગ લીડ મેનેજર્સ અને રજિસ્ટ્રાર: કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સૅક્સ (ઇન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર્સ છે. MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (અગાઉ લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) PhysicsWallah IPOના રજિસ્ટ્રાર છે.
PhysicsWallah IPO પ્રાઇસ બેન્ડ: ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ ₹103 થી ₹109 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
PhysicsWallah IPO તારીખ: મેઇનબોર્ડ IPO સબ્સ્ક્રિપ્શન માટે મંગળવાર 11મી નવેમ્બરે ખૂલી રહ્યો છે અને ગુરુવાર 13મી નવેમ્બરે સમાપ્ત થશે.
PhysicsWallah IPO સાઇઝ: IPOમાં ₹3,100 કરોડ એકત્ર કરવા માટેનાં ફ્રેશ ઇશ્યૂ અને ₹380 કરોડનાં ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
PhysicsWallah IPO અનામત: નેટ ઇશ્યૂના 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે, અને 15 ટકા હિસ્સો નોન–ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે અનામત છે. બાકીના 10 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત છે.
PhysicsWallah IPO લોટ સાઇઝ: IPOની લોટ સાઇઝ 137 શેર્સ છે. રિટેલ રોકાણકાર માટે લઘુત્તમ લોટ સાઇઝ એક લોટ છે. ઇશ્યૂની ઉપલી પ્રાઇસ બેન્ડ ₹109 હોવાથી, રિટેલ રોકાણકારો દ્વારા જરૂરી લઘુત્તમ મિનિમમ રોકાણની રકમ ₹14,933 છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ લોટ સાઇઝ 13 છે, જેની રકમ ₹1,94,129 થાય છે.
