Lenskart IPO ખૂલ્યો ડિસ્કાઉન્ટ પર: IPO માર્કેટનાં વળતાં પાણી?

કોરોનાકાળ પહેલાં અને પછીનાં માર્કેટમાં ફરક જોઇએ તો લોકોમાં શેર માર્કેટ તરફ જિજ્ઞાસા અને ઉત્સુકતા વધી છે, તો માર્કેટમાં નવા રોકાણકારો પણ જોડાયા છે. F&O થી દાઝેલાં લોકો હવે મોટાભાગે IPO પર મદાર રાખે છે, ત્યારે Lenskart નાં પરિણામો એટલાં સબળા પૂરવાર નથી થયા.

Lenskart નું ડિસ્કાઉન્ટ લિસ્ટિંગ

આજરોજ Shark Tank નાં જાણીતાં શાર્ક પિયુષ બંસલની કંપની Lenskart નું માર્કેટ-સ્ક્રીન પર આગમન થયું છે, જે થોડું નબળું પૂરવાર રહ્યું છે. જે રીતે તેઓ Shark Tank નાં પિચ કરનારાઓ પાસે ડિસ્કાઉન્ટમાં સ્ટેક માંગે છે, તેવું તેમની કંપનીનાં લિસ્ટિંગ પર પણ રહ્યું છે, જે રોકાણકારોની આશા નહોતી.

જોકે, દિવસ પૂરો થતાં સુધી શેર પ્રાઇઝ રિકવર થઇ ગયો હતો. પરંતુ, આનાથી રોકાણકારોમાં એક મત જોવા મળે છે કે શું હવે આવનારાં સ્ટાર્ટઅપ કંપનીનાં IPO પણ આવા જ પરિણામો આપશે કે સારું વળતર આપશે?

Physicswallah પર ઇન્ડસ્ટ્રીની નજર

Edtech સ્ટાર્ટઅપમાં PhysicsWallah પોતાનો IPO લાવી રહ્યું છે, જે 13મી નવેમ્બરથી પબ્લિક ઇશ્યુ માટે ખુલ્લો મૂકાવાનો છે. આ ઇશ્યુ સાઇઝ 3480 કરોડની છે, જ્યારે કંપનીનાં આંકડાઓ પર નજર કરીએ તો કંપનીએ છેલ્લા વર્ષમાં 2887 કરોડ રૂ.ની કમાણી કરી હતી, જેમાં 243 કરોડ રૂ.ની ખોટ જોવા મળે છે. આમ, આ કંપની પણ હાલ પ્રોફિટેબલ નથી. ત્યારે તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ(GMP) પણ 3 રૂપિયા પ્રતિ શેર બોલાઇ રહ્યું છે.

આ સિવાય Pine Labs નો IPO હાલ ખુલ્લો મૂકાયો છે અને Boat, Meesho જેવી કંપનીઓ પણ હરોળમાં છે. છેલ્લાં મહિનાનાં IPO ની વાત કરીએ તો SME IPOs હાલ રોકાણકારોને લગભગ રડાવી રહ્યા છે. Mainboard IPO માં પણ LG Electronics અને Rubicon Research સિવાય કોઇ કંપનીએ માસિક ચાનાં ખર્ચનું પણ વળતર આપ્યું નથી.

ત્યારે શું રોકાણકારો IPO પરથી નજર હટાવી લેશે કે પછી કોઇક એવો IPO આવશે, જે લોકોને ફરીથી એક પછી એક ગ્રીન સિગ્નલ દેખાડી જશે? એ તો સમય જ બતાવશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *