ઓટો કમ્પોનન્ટ મેકર કંપની Tenneco Clean Air India પોતાનો 3600 કરોડનો ઇશ્યુ ઓફર લાવી રહી છે. મોટાભાગનાં બ્રોકરેજ હાઉસ દ્વારા આ IPO પર પોઝિટિવ વલણ દેખાય છે, કારણકે તેનાં આંકડા મજબૂત છે અને વ્યવસાયિક વ્યાપ પણ મોટો છે.
જાણો કંપની વિશે
Tenneco Clean Air India એ અમેરિકન કંપની Tenneco Group ની સબસિડરી છે. ભારતનાં ઓટોમોટિવ કમ્પોનન્ટ સ્પેસ, ક્લિન એર, પાવર ટ્રેન અને સસ્પેન્શન સિસ્ટમનાં મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટિંગમાં તે એક્સપર્ટ છે, જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વ્યાપ ધરાવે છે.
આ સાથે જ કંપની વિવિધ સેગમેન્ટમાં અગ્રણી બજાર હિસ્સો ધરાવે છે: કોમર્શિયલ ટ્રકોમાં 57%, ઓફ–હાઇવે વાહનોમાં 68%, પેસેન્જર વાહનોમાં 19%, અને શોક એબ્સોર્બર્સમાં 52%. આ ઉપરાંત, તે Maruti Suziki, Hyundai, Tata Motors અને Ashok Leyland જેવા પ્રતિષ્ઠિત OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર) ગ્રાહકોને સેવા આપે છે.
આ સિવાય કંપની અમેરિકા, જર્મની, જાપાન સહિત કુલ 20 દેશોમાં નિકાસ કરે છે, જે કંપનીનું સ્ટ્રોંગ સપ્લાય નેટવર્ક દર્શાવે છે.
શું કહે છે કંપનીનાં આંકડા?
નાણાંકીય વર્ષ 2025 (FY25) માં, કંપનીએ ₹4,890 કરોડની આવક, 16.7%નો EBITDA માર્જિન, ₹553 કરોડનો PAT (Profit After Tax-કર પછીનો નફો) અને લગભગ 57%નો મૂડી પર વળતર (RoCE- Return on Capital Employed) સાથે મજબૂત નાણાંકીય દેખાવ નોંધાવ્યો છે.
કંપની ભારતમાં 12 સ્વયંસંચાલિત પ્લાન્ટ્સનું સંચાલન કરે છે, જેમાં 80%થી વધુ ક્ષમતાનો ઉપયોગ અને 86% સ્થાનિક સોર્સિંગ થાય છે. આ કામગીરીને Tennecoની 39 વૈશ્વિક સંશોધન સુવિધાઓ સાથે જોડાયેલા બે ભારતીય R&D કેન્દ્રો દ્વારા સમર્થન મળે છે.
મહત્વનું છે કે નિષ્ણાંતોનાં મત મુજબ કંપની એકદમ અનુકૂળ સમયે પોતાનો IPO લાવ્યું છે, જ્યારે દેશમાં ઓટો સેક્ટર અને તેને સહાયક સેક્ટરનાં દેખાવો સારા જોવા મળી રહ્યા છે. સાથે જ તેમની માંગમાં પણ સતત વધારો જોવા મળે છે. આ સાથે જ આધુનિક એમિશન કંટ્રોલ, થર્મલ મેનેજમેન્ટ અને ધ્વનિ પ્રદર્શન પ્રણાલીઓ પર કેન્દ્રિત છે, જે વાહનોને યુરો 7 અને ભારત 6 જેવા વૈશ્વિક ધોરણો પૂરા કરવામાં મદદ કરે છે. આફ્ટરટ્રીટમેન્ટ અને એનર્જી રિસાયકલિંગમાં નવીનતાઓ દ્વારા કંપની ઈંધણ કાર્યક્ષમતા વધારવા સાથે પ્રદૂષણ ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે.
અસ્વીકરણ: આ સમાચાર ફક્ત માહિતી માટે છે અને તે કોઇપણ પ્રકારનાં રોકાણ તરફ નિર્દેશિત નથી.
