Helios Mutual Fund દ્વારા વધુ એક NFO(New Fund Offer) લોન્ચ કરવામાં આવ્યો છે, જે 6ઠ્ઠી નવેમ્બરથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકાયો છે.
Helios Small Cap Fund ઓપન એન્ડેડ સ્કીમ છે, જે મુખ્યત્વે સ્મોલ કેપ કંપનીઝમાં રોકાણ કરશે. કંપનીનાં જણાવ્યા અનુસાર આ સ્કીમનો હેતુ સ્મોલ કેપ કંપનીઝમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યુરીટીઝમાં મહત્વનું રોકાણ કરી લાંબાગાળાની વૃદ્ધિને ટાર્ગેટ કરવામાં આવશે.
Helios Mutual Fund નાં CEO અને MD દિનશો ઇરાનીએ ઇકોનોમિક ટાઇમ્સને ટાંકીને જણાવ્યું કે, “ઇક્વિટી માર્કેટ સતત નકારાત્મક સમાચારો અને FPI ની વેચવાલી સામે સતત પડકાર ઝીલી રહ્યું છે. અમારું માનવું છે કે હવે નકારાત્મક ફ્લો પૂરો થયો છે અને હવે સકારાત્મક સમાચારોની આશા રાખી શકીએ. આ કારણે ઇક્વિટી માર્કેટ હવે પોઝિટિવ વે પર આગળ વધશે અને FPI ને ફરીથી આવકારતું જોવા મળી શકે છે.”

2021 માં સ્થપાયેલા Helios Mutual Fund પાસે હાલ 5874 કરોડ રૂ.ની AUM(Assets Under Management) છે, જ્યારે આ પહેલાં કંપનીના કુલ 6 ફંડ એક્ટિવ છે, જેમાંથી 4 ઇક્વિટી ફંડ્સ છે, જ્યારે 2 Hybrid ફંડ્સ છે.
સૌથી સફળ ફંડ એવા Helios Flexi Cap Fund Direct Growth માં કુલ 4362 કરોડ રૂ. AUM છે. આ સ્કીમ નવેમ્બર, 2023માં લોન્ચ થઇ હતી, જેમાં અત્યાર સુધી 25% સુધીની વૃદ્ધિ જોવા મળી છે. આ સ્કીમ અંતર્ગત કંપનીએ HDFC Bank, Adani Ports, Eternal (Zomato), Bharati Airtel, Bajaj Finance જેવી વિવિધ સેક્ટરની કંપનીઓમાં રોકાણ કર્યુ છે.
Peer Comparison(માર્કેટનાં અન્ય મહત્વનાં સમાન ફંડ)

Disclaimer:
The content is meant for education and general information purposes only.
