સ્ટારલિંક ઇન્ડિયાના ભાવ જાહેર: મસ્કના સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કેટલો ખર્ચ થશે?

અમેરિકન ટેક બિલિયોનેર ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકે ભારતમાં તેની સેટેલાઇટ બેઝ્ડ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ તેની વેબસાઇટ પર ‘રેસિડેન્શિયલ’ પ્લાનની કિંમતો જાહેર કરી છે.

મહત્વની બાબતો :

  • માસિક ભાડું: સ્ટારલિંકની સેવાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોએ દર મહિને ₹8,600 ચૂકવવા પડશે.
  • હાર્ડવેર ખર્ચ: આ કનેક્શન માટે જરૂરી હાર્ડવેર કિટની કિંમત ₹34,000 છે, જે એક જ વખત (one-time) ઇન્સ્ટોલેશન વખતે ચૂકવવાની રહેશે.
  • સુવિધાઓ: આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા મળશે. કંપનીએ 30 દિવસનો ટ્રાયલ પિરિયડ પણ રાખ્યો છે, જેથી ગ્રાહકો ચેક કરી શકે કે તેમના વિસ્તારમાં સર્વિસ કેવી ચાલે છે.
  • અન્ય ખાસિયતો: કંપનીના દાવા મુજબ આ પ્લગ-એન્ડ-પ્લે ડિવાઇસ છે, જે 99.9% અપટાઇમ આપે છે અને ખરાબ હવામાનમાં પણ કામ કરી શકે છે.

હાલમાં કંપનીએ માત્ર રેસિડેન્શિયલ પ્લાનના ભાવ જાહેર કર્યા છે, બિઝનેસ પ્લાનના ભાવ હજુ આવવાના બાકી છે.

તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ગડચિરોલી અને નંદુરબાર જેવા અંતરિયાળ જિલ્લાઓમાં સેટેલાઇટ ઇન્ટરનેટ પહોંચાડવા માટે સ્ટારલિંક સાથે ભાગીદારી પણ કરી છે.

ટેકનોલોજીમાં તફાવત (Satellite vs. 5G/Fiber)

  • Starlink: આ સીધું સેટેલાઇટ (ઉપગ્રહ) દ્વારા ઇન્ટરનેટ આપે છે. આ માટે જમીન પર કોઈ ટાવર કે કેબલની જરૂર નથી હોતી. આકાશ ખુલ્લું હોય ત્યાં તે કામ કરે છે.
  • Jio AirFiber / Airtel AirFiber:5G નેટવર્ક પર ચાલે છે. તે તમારા ઘરની નજીકના મોબાઈલ ટાવર પરથી સિગ્નલ મેળવે છે.
  • Jio SpaceFiber / Airtel OneWeb: આ બંને કંપનીઓ પણ સેટેલાઇટ ઇન્ટરનેટ લાવી રહી છે, પરંતુ એરટેલની વનવેબ (OneWeb) સેવા મુખ્યત્વે બિઝનેસ (B2B) માટે છે, સામાન્ય ગ્રાહકો માટે સીધી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *