HDFC Gold Silver Passive FOF NFO Analysis: શું આ NFO એપ્લાય કરવો કે નહીં?

HDFC મ્યુચ્યુઅલ ફંડે એકદમ ક્રાઉડેડ માર્કેટમાં વધુ એક  ફંડ-ઓફ-ફંડ (FOF) સાથે પ્રવેશ કર્યો છે. HDFC Gold Silver Passive FOF ફંડ તેના પોતાના HDFC Gold ETF અને HDFC Silver ETF ના યુનિટ્સ 70:30 ના બેઝલાઇન રેશિયોમાં ખરીદશે, જેને ફંડ મેનેજર મેક્રો સ્થિતિ મુજબ 60-80% સોનું અને 20-40% ચાંદી વચ્ચે બદલી (ટિલ્ટ કરી) શકે છે. 

રોકાણકારોએ જાતે  રીબેલેન્સિંગ કર્યા વગર બંને કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાની આ એક સારી તક છે. પરંતુ, આ સ્કીમમાં પહેલેથી જ HDFC નાં હરીફો માર્કેટમાં ટોપ કરી રહ્યા છે, ત્યારે શું આ ફંડ તેમની સામે ટકી શકશે?

કઇ રીતે હશે રોકાણ?

આ કોઈ નવું ફિઝિકલ ગોલ્ડ કે ફિઝિકલ સિલ્વર પ્રોડક્ટ નથી. તે એક ફંડ ઓફ ફંડ્સ (FOF) છે જે તેની 95-100% સંપત્તિ HDFC ની બે હાલની સ્કીમ્સના યુનિટ્સમાં રોકશે:

  • HDFC Gold ETF (NSE: HDFCGOLD)
  • HDFC Silver ETF (NSE: HDFCSILVER)

આમ, રોકાણકાર બે બાબતો પર દાવ લગાવી રહ્યા છે:

(a) સોના અને ચાંદીના ભાવ પર, અને

(b) બંને વચ્ચેનું મિશ્રણ નક્કી કરવામાં ફંડ મેનેજરના ટાઇમિંગ પર.

બાકીની 0-5% રકમ લિક્વિડિટી માટે ડેટ/મની માર્કેટ અથવા કેશમાં ફંડ રોકવામાં આવશે

એલોકેશન વ્યૂહરચના: મુખ્ય સેલિંગ પોઇન્ટ

HDFC પોતાને સામાન્ય સ્ટેટિક (સ્થિર) રેશિયો ફંડ્સ કરતાં આ વ્યૂહરચના દ્વારા અલગ તારવે છે:

  • બેઝલાઇન ફાળવણી: 70% સોનું / 30% ચાંદી
  • મંજૂર રેન્જ: 60-80% સોનું, 20-40% ચાંદી
  • રીબેલેન્સિંગ: ત્રિમાસિક ધોરણે સમીક્ષા, જેમાં બજાર મુજબ ફેરફાર કરવાની છૂટ રહેશે
  • રીબેલેન્સિંગના પરિબળો: ગોલ્ડ-સિલ્વર રેશિયો, વૈશ્વિક વ્યાજ દરનો અંદાજ, યુએસ ડોલરની ચાલ અને બિઝનેસ સાયકલના સંકેતો

સોનું + ચાંદી એકસાથે કેમ? 

  • ઇક્વિટી સાથે ઓછો સહસંબંધ (Low Correlation): નિફ્ટી 50 TRI સાથે સોનાનો સહસંબંધ -0.04 અને ચાંદીનો 0.08 રહ્યો છે (જાન્યુઆરી 2000 થી જુલાઈ 2026), જે ઇક્વિટી પોર્ટફોલિયોમાં ડાઇવર્સિફિકેશન માટે ઉત્તમ છે.
  • વિજેતાઓ બદલાતા રહે છે: FY06 થી FY26 દરમિયાન, 21 વર્ષોમાંથી સોનું 13 વર્ષ (62%) ચાંદી કરતાં આગળ રહ્યું અથવા ઓછું ઘટ્યું, જ્યારે 8 વર્ષ (38%) ચાંદી આગળ રહી. બંને રાખવાથી સંતુલન જળવાય છે.
  • માંગના વિવિધ પરિબળો: સોનું મુખ્યત્વે સેન્ટ્રલ બેંકોની ખરીદી અને સેફ-હેવન એસેટ તરીકે વધે છે, જ્યારે ચાંદીમાં 57% માંગ ઔદ્યોગિક વપરાશ (EV, સોલાર પેનલ્સ, 5G, AI ઇલેક્ટ્રોનિક્સ) થી આવે છે.
  • ગોલ્ડ-સિલ્વર રેશિયો: જુલાઈ 2026 સુધીમાં આ રેશિયો 70.3 પર હતો (10 વર્ષની સરેરાશ 80.6 કરતાં નીચે), જે દર્શાવે છે કે સોનાની સરખામણીએ ચાંદીમાં પહેલેથી જ થોડી તેજી આવી ચૂકી છે.

ફાઇનલ વરડિક્ટ

HDFC Gold Silver Passive FOF કદાચ પોતાની કેટેગરીમાં સૌથી મોંઘો અને બિલકુલ નવો વિકલ્પ છે. રોકાણકારો માટે મૂળ પ્રશ્ન એ છે કે શું HDFC ની 60-80% એક્ટિવ ટિલ્ટિંગ વ્યૂહરચના હરીફો કરતાં વાર્ષિક 0.5-0.7% વધુ ખર્ચ ચૂકવવા જેટલી લાભદાયી રહેશે? આનો સાચો જવાબ આગામી થોડા વર્ષોના NAV પ્રદર્શન પછી જ મળશે.