ભારતનાં GDP ગ્રોથ વચ્ચે વડાપ્રધાન મોદીની લોકોને સલાહ- વિદેશમાં લગ્ન કરવાનું ટાળો, સોનું ન ખરીદો

NEET પેપર લીક મુદ્દે થયેલાં આંદોલન બાદ વડાપ્રધાન મોદી Gen-Z સાથે સીધો સંવાદ કરવા ઇન્સ્ટાગ્રામ પર વધારે એક્ટિવ થયેલાં જોવા મળે છે. ત્યારે આજરોજ મંગળવારે તેમણે વધુ એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી છે કે બને એટલું ઓછું સોનું ખરીદો, વિદેશ પ્રવાસ અને વિદેશમાં લગ્ન કરવાનું ટાળો. સ્વદેશીને પ્રોત્સાહન આપવા વડાપ્રધાને આ વર્ષમાં આ બીજી અપીલ કરી છે.

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી હાલમાં ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની મુલાકાતના ભાગ રૂપે શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ (SCO) માં હાજરી આપવા to બિશ્કેકમાં છે. 

GDP growth મુદ્દે કરી વાત

પરંતુ વડાપ્રધાન મોદીએ કહ્યું, “દુનિયા યુદ્ધમાં ડૂબી ગઈ છે, દરેક જગ્યાએ યુદ્ધના અહેવാലો છે. દુનિયા કટોકટીથી ઘેરાયેલી છે. સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. 2020 માં COVID-19 રોગચાળા પછી ક્યાંય સ્થિરતાના કોઈ સંકેત નથી. આ હોવા છતાં, ભારત ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે.”

વિપક્ષને લીધાં આડે હાથ

જોકે, પોતાના વીડિયોમાં PM Modi રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, “બીજી તરફ, ભારતમાં નિરાશામાં ડૂબેલા લોકો દરેક જગ્યાએ જૂઠાણા અને નિરાશાનો પડઘો ફેલાવવામાં વ્યસ્ત છે. આ બધી બાબતોને દૂર કરીને અને તેમને તોડીને, દેશે 7.8 ટકાનો વિકાસ હાંસલ થયો છે.”

આ પહેલાં મે મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન PM Modi લોકોને ઇંધણની બચત કરવા, બિનજરૂરી વિદેશ યાત્રા ન કરવા અને સોનાની ખરીદી ઘટાડવા તથા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *