બ્રિક્સ બજાર 2026નું આયોજન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગર દ્વારા, NIFT ગાંધીનગરના નિયામક પ્રો. ડૉ. સમીર સૂદના નેતૃત્વ હેઠળ, વિદેશ મંત્રાલય અને વિકાસ કમિશનર (હસ્તકલા) ની કચેરીની સલાહથી કરવામાં આવ્યું હતું.
“કાર્ફ્ટિંગ કલ્ચર, કનેક્ટિંગ પીપલ”ની થીમ હેઠળ જન ભાગીદારી પહેલ તરીકે કલ્પના કરવામાં આવેલ બ્રિક્સ બજાર 2026, એક જીવંત સાંસ્કૃતિક માર્કેટપ્લેસ દ્વારા બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ અને સર્જનાત્મક અભિવ્યક્તિઓને એકસાથે લાવ્યું હતું. તેણે બ્રિક્સ સમુદાયમાં સાંસ્કૃતિક વારસો અને કારીગરીની વિવિધતાની ઉજવણી કરતા, અધિકૃત હસ્તકલા, હાથણાટ, ટેક્સટાઈલ, કલાકૃતિઓ અને પરંપરાગત તથા સમકાલીન કારીગરી ઉત્પાદનોના પ્રદર્શન અને માર્કેટિંગ માટે એક તક પૂરી પાડી હતી.
સંસ્કૃતિ અને સર્જનાત્મક અર્થતંત્ર બ્રિક્સ સહયોગના મહત્વપૂર્ણ પરિમાણો તરીકે ઉભરી આવ્યા, જે લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપે છે અને કારીગરો, ડિઝાઇનરો અને સર્જનાત્મક સાહસો માટે તકો ઊભી કરે છે. જેમ જેમ બ્રિક્સે તેના સભ્યપદ અને ભાગીદારીનો વિસ્તાર કર્યો, તેમ બજાર દ્વારા સહભાગી રાષ્ટ્રોની વૈવિધ્યસભર સાંસ્કૃતિક પરંપરાઓ, કારીગરી પદ્ધતિઓ અને સર્જનાત્મક ઉદ્યોગોને શોધવા માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો.
2026માં ભારતની બ્રિક્સ અધ્યક્ષતાએ જન ભાગીદારી પહેલ દ્વારા આ સાંસ્કૃતિક વાર્તાઓને એકસાથે લાવવાની તક પૂરી પાડી હતી જેણે ઉજવણીના કેન્દ્રમાં કારીગરો, હસ્તકલા અને સાર્વજનિક જોડાણને મૂક્યા હતા. આમ, બ્રિક્સ બજાર 2026એ હસ્તકલા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનની સહિયારી ભાષા દ્વારા સમુદાયોને જોડતા સાંસ્કૃતિક માર્કેટપ્લેસ તરીકે સેવા આપી હતી.
NIFT ગાંધીનગરે ક્યુરેટોરિયલ વિઝનનું નેતૃત્વ કર્યું
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગરને વિદેશ મંત્રાલય અને વિકાસ કમિશનર (હસ્તકળા) ની કચેરીની સલાહથી બ્રિક્સ બજાર 2026 ના ક્યુરેશનની જવાબદારી સોંપવામાં આવી હતી.
10 થી 15 સપ્ટેમ્બર 2026 દરમિયાન નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય હસ્તકલા સંગ્રહાલય અને હસ્તકલા એકેડેમી ખાતે આયોજિત, બજારમાં હસ્તકલા પ્રદર્શનો, થીમ આધારિત સ્થાપનો, જીવંત હસ્તકલા પ્રદર્શનો અને સાંસ્કૃતિક પ્રદર્શનોનો એક આકર્ષક કાર્યક્રમ યોજાયો હતો. પ્રો. ડૉ. સમીર સૂદ, નિયામક, NIFT ગાંધીનગરના નેતૃત્વ હેઠળ, સંસ્થાએ બજારને એક રોમાંચક અને અનુભવાત્મક સાંસ્કૃતિક જગ્યા તરીકે કલ્પના કરી હતી, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તકલા ઉત્સાહીઓ, મુલાકાતીઓ, પ્રતિનિધિઓ અને VIP મહેમાનોને જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. ક્યુરેટોરિયલ અભિગમ કારીગરો, તેમની વાર્તાઓ, તકનીકો અને સાંસ્કૃતિક સંદર્ભો સાથે અર્થપૂર્ણ મુલાકાતો બનાવવા માટે કારીગરી ઉત્પાદનોના પ્રદર્શનથી આગળ વધ્યો હતો.
