ભારતીય પ્રાઇમરી માર્કેટમાં લોજિસ્ટિક્સ અને ફ્રેઇટ-ફોરવર્ડિંગ ક્ષેત્રનો વધુ એક મોટો આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખૂલી ચૂક્યો છે. દિલ્હી સ્થિત અગ્રણી કંપની સ્કાયવેઝ એર સર્વિસિસ લિમિટેડ (Skyways Air Services Ltd.) પોતાનો ₹582.80 કરોડનો મેઇનબોર્ડ IPO લઈને બજારમાં આવી છે.
કંપનીનું બિઝનેસ મોડલ, સતત વિસ્તરતું નેટવર્ક અને આંકડાકીય વૃદ્ધિ આકર્ષક જણાય છે, પરંતુ બીજી તરફ એસેટ-લાઇટ મોડેલના અંતર્ગત જોખમો, ફ્રેઇટ દરોમાં ઘટાડો અને ખોટ કરતી સબસિડરીઝનું ભારણ રોકાણકારો માટે વિશ્લેષણ માંગી લે છે, જેની માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.
- ઇશ્યૂ તારીખો: 24 ઓગસ્ટ, 2026 થી 27 ઓગસ્ટ, 2026 સુધી.
- પ્રાઇસ બેન્ડ: ₹131 થી ₹138 પ્રતિ શેર.
- લોટ સાઇઝ: 100 શેર (રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ ₹13,800નું રોકાણ).
- ઇશ્યૂ સાઇઝ: કુલ ₹582.80 કરોડ (જેમાં ફ્રેશ ઇશ્યુ 398.80 કરોડ અને 184 કરોડ OFS)
- સબસ્ક્રિપ્શન સ્થિતિ: IPO અત્યાર સુધી કુલ 3.24 ગણો ભરાયો છે. જેમાં રિટેલ (RII) હિસ્સો 4.67 ગણો, નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) હિસ્સો 3.59 ગણો અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) કેટેગરી 0.48 ગણી સબસ્ક્રાઇબ થઈ છે.
- મહત્વપૂર્ણ તારીખો: એલોટમેન્ટની આખરી તારીખ 28 ઓગસ્ટ, 2026 છે. રિફંડ તથા ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સફરની પ્રક્રિયા 31 ઓગસ્ટ સુધી પૂર્ણ થશે, જ્યારે BSE અને NSE પર લિસ્ટિંગ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ થશે.
- GMP: આ લખાય છે ત્યાં સુધી વર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમ 21% થી 22% પર ચાલી રહ્યું છે, જે દર્શાવે છે કે માર્કેટમાં આ IPO વિશે પોઝિટિવ સેન્ટિમેન્ટ છે.
બેકગ્રાઉન્ડ અને નાણાંકીય સ્થિતિ
1984માં કસ્ટમ્સ હાઉસ એજન્ટ (CHA) તરીકે સ્થપાયેલી સ્કાયવેઝ એર સર્વિસિસ આજે 12 દેશોમાં કામગીરી ધરાવતી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કંપની તરીકે ઊભરી છે. કંપની સંપૂર્ણપણે એસેટ-લાઇટ મોડેલ પર કાર્ય કરે છે, એટલે કે તે પોતાના વિમાન કે જહાજો ધરાવતી નથી, પરંતુ વિશ્વભરની 56 અગ્રણી એરલાઇન્સ (જેમ કે એમિરેટ્સ, લુફ્થાન્સા, કતાર એરવેઝ, સાઉદી કાર્ગો, એર ઇન્ડિયા કાર્ગો) પાસેથી કાર્ગો સ્પેસ બુક કરી ક્લાયન્ટ્સને એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પૂરા પાડે છે.
એરવે બિલ્સ (AWBs)ની દ્રષ્ટિએ કંપની સતત 4 વર્ષથી ભારતમાં #1 એર ફ્રેઇટ ફોરવર્ડર રહી છે. હાલમાં તે 9,500થી વધુ એક્ટિવ ક્લાયન્ટ્સને સેવા આપે છે, જેમાં પાર્લે, બ્રિટાનિયા, ટાટા મોટર્સ, આઇશર, હનીવેલ, જેસીબી તેમજ સિપ્લા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ જેવી બ્લુ-ચિપ કંપનીઓ સામેલ છે.
આવકનું માળખું (Revenue Mix – FY26):
- એર ફ્રેઇટ (Air Cargo): 77.02%
- ઓશન ફ્રેઇટ (Ocean Cargo): 15.02%
- એક્સપ્રેસ કાર્ગો/પાર્સલ: 5.79%
- ટ્રકિંગ અને અન્ય સેવાઓ: આશરે 1.4%
આ આંકડા સ્પષ્ટ કરે છે કે કંપની ભલે ડાયવર્સિફાઇડ લોજિસ્ટિક્સ તરીકે ઓળખાય છે, પરંતુ ટેક્નિકલી તે એક એર-ફ્રેઇટ ફોરવર્ડિંગ પ્લેયર છે.
પ્રમોટર્સ અને લીડરશિપ પ્રોફાઇલ
- યશપાલ શર્મા (ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર): દિલ્હી યુનિવર્સિટીમાંથી B.Com અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી સ્ટ્રેટેજિક IQ એક્ઝિક્યુટિવ કોર્સ કરનાર યશપાલ શર્મા 1995માં પારિવારિક બિઝનેસમાં જોડાયા હતા. લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા શર્મા ‘એર કાર્ગો ફોરમ ઇન્ડિયા’ (ACFI)ના ભૂતપૂર્વ પ્રમુખ (2022–24) રહી ચૂક્યા છે.
- તરુણ શર્મા (હોલ-ટાઇમ ડિરેક્ટર): લીડ્સ મેટ્રોપોલિટન યુનિવર્સિટી (UK)માંથી બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક થયેલા તરુણ શર્માએ કંપનીના ઓશન-ફ્રેઇટ વર્ટિકલને પ્રાદેશિક સ્તરેથી પેન-ઇન્ડિયા અને વૈશ્વિક સ્તરે સ્કેલ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
Pros and Cons of IPO
✅ વિશ્વસનીય વૈશ્વિક જોડાણ: કંપની WCA, AOP, C5C અને TWIG જેવા અગ્રણી લોજિસ્ટિક્સ નેટવર્ક્સ સાથે જોડાયેલી છે, જે તેને વિશ્વભરમાં 26,300થી વધુ પાર્ટનર્સ અને એક્સક્લુઝિવ એજન્ટ્સનો સપોર્ટ પૂરો પાડે છે.
✅ દાયકા જૂના ગ્રાહક સંબંધો: કંપની પાસે સિપ્લા, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ અને જેબી કેમિકલ્સ જેવા બ્લુ-ચિપ ક્લાયન્ટ્સ છે, જેની સાથે તે 10 વર્ષથી વધુ સમયથી સંકળાયેલી છે. FY26માં ફાર્મા સેક્ટરે આવકમાં સૌથી વધુ 22.89% યોગદાન આપ્યું હતું.
✅ ટેકનોલોજી અને એરલાઇન પાર્ટનરશિપ: કંપનીનું ‘SLS 100X’ પ્રોપ્રાઇટરી પ્લેટફોર્મ (5,587+ રજિસ્ટર્ડ યુઝર્સ) RPA અને મશીન લર્નિંગ દ્વારા સંચાલિત છે. સાઉદી કાર્ગો, કતાર એરવેઝ, એર ઇન્ડિયા કાર્ગો, એમિરેટ્સ અને લુફ્થાન્સા સાથે પરફોર્મન્સ-આધારિત એગ્રીમેન્ટ્સ તેની કાર્ગો ક્ષમતા સુનિશ્ચિત કરે છે.
🔻 100% થર્ડ-પાર્ટી નિર્ભરતા: કંપની પોતે કોઈ એરક્રાફ્ટ કે શિપિંગ લાઇન ધરાવતી નથી. તેની 97.83% જેટલી આવક એર કાર્ગો (77.02%) અને ઓશન કાર્ગો (15.02%) પરથી આવે છે, જેથી ફ્રેઇટ કેપેસિટી કે ભાવમાં વધઘટ સીધી માર્જિનને અસર કરી શકે છે.
🔻 રિયલાઇઝેશનમાં ઘટાડો: FY25ની તુલનાએ FY26માં એર ફ્રેઇટ રિયલાઇઝેશનમાં 7.88% (₹258/kg) અને ઓશન ફ્રેઇટ રિયલાઇઝેશનમાં 18.79% (₹1,49,462/TEU)નો ઘટાડો નોંધાયો છે.
🔻 ભૌગોલિક અને સપ્લાયર કેન્દ્રીકરણ: કંપનીની કુલ આવકનો 85.51% હિસ્સો માત્ર એશિયા ક્ષેત્રમાંથી આવે છે. આ ઉપરાંત, ટોચના 5 સપ્લાયર્સ પર સર્વિસ ખર્ચનો 36% જેટલો આધાર છે. રેડ સી ક્રાઇસિસ કે વૈશ્વિક સંઘર્ષો સપ્લાય ચેઇન ખોરવી શકે છે.
IPO Analysis
સ્કાયવેઝ એર સર્વિસિસ પાસે મજબૂત ડોમેસ્ટિક બેઝ, લાંબા ગાળાના ક્લાયન્ટ સંબંધો અને એર-કાર્ગો સ્પેસમાં સ્પષ્ટ લીડરશિપ છે. જોકે, સબસિડિયરીઝનું નાણાંકીય ભારણ ઘટાડવું, ટેક્સ સંબંધિત કાનૂની વિવાદોનું નિરાકરણ લાવવું અને ફ્રેઇટ માર્જિન સ્થિર રાખવા એ કંપનીના મેનેજમેન્ટ માટે આગામી સમયમાં સૌથી મોટો પડકાર રહેશે. લાંબા ગાળાના રોકાણકારોએ આ જોખમોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો હિતાવહ છે
