Bandhan Bank ની ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં શાનદાર એન્ટ્રી- ચાર વેરિએન્ટ કર્યા લોન્ચ

પ્રાઇવેટ બેન્કર Bandhan Bank દ્વારા તેમના ગ્રાહકો માટે વધુ એક પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં જ માસ્ટર કાર્ડ સાથે મળીને તેમણે નવા ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે. આ ક્રેડિટ કાર્ડ ચાર અલગ-અલગ વેરિએન્ટમાં જોવા મળશે. 

બંધન બેંકના આ કાર્ડ્સના નામ સ્પાર્ક્સ (Sparks), ઇગ્નાઇટ (Ignite), ફ્લેયર (Flare) અને લ્યુમિના (Lumina) છે. અલગ-અલગ પ્રકારના કસ્ટમર્સ અને તેમના ખર્ચ કરવાની રીતો ને ધ્યાનમાં રાખીને આ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં રિવોર્ડ્સ, ટ્રાવેલ, ડાઇનિંગ, એન્ટરટેઇનમેન્ટ અને પ્રીમિયમ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા ફાયદાઓ સામેલ છે.

ચારેય વેરિઅન્ટ્સ તેમની પોઝિશનિંગના આધારે અલગ-અલગ બેનિફિટ્સ આપશે. ત્યારે જુઓ કયા કાર્ડમાં કયા બેનેફિટ્સ વધારે મળશે? 

સ્પાર્ક્સ – આમાં ગ્રોસરી અને કપડાની ખરીદી પર રિવર્ડ, વેલકમ રિવર્ડ બોનસ, ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ, બુકમાયશો (BookMyShow) ઓફર, ફ્યુઅલ સરચાર્જમાં છૂટ અને EMI કેશબેકના ફાયદા મળશે.

ઇગ્નાઇટ – ગ્રોસરી અને ટ્રાવેલ પર ખર્ચ કરવા પર રિવર્ડ, વેલકમ અને માઈલસ્ટોન રિવર્ડ, ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ લાઉન્જ એક્સેસ અને ઇઝીડાઇનર (EazyDiner) જેવા બેનિફિટ્સ મળશે.

ફ્લેયર – આ ટ્રાવેલ પર બેઝ્ડ કાર્ડ છે, જેમાં વેલકમ બેનિફિટ તરીકે એમેઝોન પે (Amazon Pay) વાઉચર, ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ એરપોર્ટ લાઉન્જ એક્સેસ, બુકમાયશો, ઇઝીડાઇનરના ફાયદા અને ગોલ્ફની સુવિધાઓ મળે છે.

લ્યુમિના – આ પ્રીમિયમ કાર્ડ ઇન્ટરનેશનલ ખર્ચાઓ પર રિવર્ડ, વેલકમ બેનિફિટ તરીકે ઓબેરોય ગિફ્ટ વાઉચર, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લાઉન્જ એક્સેસ, કોન્સિયર્જ સર્વિસ, એરપોર્ટ મીટ-એન્ડ-ગ્રીટ સર્વિસ, BookMyShow, EazyDiner નાં ફાયદા અને ગોલ્ફની સુવિધાઓ આપે છે.

કન્વીનિયન્ટ કાર્ડ સર્વિસિંગ અનુભવ મળશે

બંધન બેંકના MD & CEO પાર્થ પ્રતીમ સેનગુપ્તાએ જણાવ્યું કે, ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ એ યુનિવર્સલ બેંક તરીકેનાં સફરનો મહત્ત્વપૂર્ણ પડાવ છે. માસ્ટરકાર્ડ સાથે મળીને લોન્ચ કરાયેલાં આ કાર્ડ્સ ડિજિટલ-ફર્સ્ટ ઇન્ડિયાની અપેક્ષાઓને પૂરું કરવાની બેંકની કટિબદ્ધતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *