Jio દ્વારા વધુ એક મહત્વની એપ સાથે ભાગીદારી કરવામાં આવી છે, જેનો લાભ તેના યુઝર્સને મળશે. તાજેતરમાં જ Jio અને Canva એ તેમના યુઝરબેઝ માટે પ્રીમિયમ ડિઝાઇન ટૂલ્સની મફત સુવિધા પૂરી પાડવા માટે ભાગીદારી કરી છે.આ ભાગીદારીનો હેતુ સમગ્ર ભારતમાં લાખો વપરાશકર્તાઓ માટે રોજીંદા જીવનમાં ઉપયોગી એવી ગુણવત્તાવાળી ડિઝાઇન અને AI-સંચાલિત કન્ટેન્ટ પ્રોડક્શનને સરળ બનાવવાનો છે.
તેમના રિચાર્જ પ્લાનના આધારે, વપરાશકર્તાઓને 16 સપ્ટેમ્બરથી 12 મહિના સુધી Canva Pro અથવા Canva Pro Lite નો લાભ મળશે. યોગ્ય વપરાશકર્તાઓ આ લાભ MyJio એપ દ્વારા મેળવી શકે છે.
Jio Canva ઑફર: કોને મળશે Canva Pro અને કોને Canva Pro Lite?
Canva Pro: ₹399 ના પ્લાન સાથે રિચાર્જ કરનારા Jio વપરાશકર્તાઓને મળશે.
Canva Pro Lite: ₹349 ના પ્લાન અને ₹349 થી વધુ કિંમતના તમામ યુઝર્સ કે જે દરરોજ 2GB ડેટાવાળા પ્લાન ધરાવે છે, તેમને આ ઓફરનો લાભ મળશે.
આ લાભ સંબંધિત Jio રિચાર્જ પ્લાન સાથે જોડાયેલો રહેશે અને તેને MyJio એપ દ્વારા ક્લેમ કરી શકાશે.
Jio પર મફતમાં Canva Pro કેવી રીતે ક્લેમ કરવું?
1- તમારા સ્માર્ટફોનમાં MyJio એપ ખોલો.
2- હોમ સ્ક્રીન પર દેખાતી Canva ઑફર પર ટેપ કરો.
3- ઑફર સક્રિય કરો અને ડિઝાઇન પ્લેટફોર્મનો ઉપયોગ શરૂ કરો.
કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ઑફરનો લાભ લેવા માટે વપરાશકર્તાઓએ કોઈ વધારાની ફી ચૂકવવી પડશે નહીં કે કોઈ છુપા શુલ્ક લાગશે નહીં.
Jio વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ Canva પ્રીમિયમ સુવિધાઓ
Canva લાખો પ્રીમિયમ ટેમ્પલેટ્સ, ફોટા, વિડિઓ અને ફોન્ટ્સની સુવિધા આપે છે; આ સાથે બેકગ્રાઉન્ડ રિમૂવલ, મેજિક રિસાઇઝ (Magic Resize), મેજિક ઇરેઝર (Magic Eraser) અને બ્રાન્ડ મેનેજમેન્ટ જેવા ડિઝાઇન અને એડિટિંગ ટૂલ્સ પણ પ્રદાન કરે છે.
આ પ્લેટફોર્મ AI-સંચાલિત ટૂલ્સ પણ પ્રદાન કરે છે જે વપરાશકર્તાઓને વિઝ્યુઅલ કન્ટેન્ટ તૈયાર કરવામાં અને સંપાદિત કરવામાં મદદ કરે છે. આ ભાગીદારી વિદ્યાર્થીઓ, ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો અને નાના વ્યવસાયો માટે આ સુવિધાઓને વધુ સુલભ બનાવશે. આ ઉપરાંત, આ ભાગીદારીથી હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ બનાવવું વધુ સરળ બનશે.
